Wednesday, December 24, 2014

આમ રેતી માં રમીએ તો કેવું !
લાંબી છડીથી પછી પોતાની આસપાસ 'કુંડાળું' કરીએ તો કેવું?
આમ રેતી માં રમીએ તો કેવું !

સૂરજ ને પૃથ્વી તો ગોળગોળ કાયમના; (પણ) ચાંદાનું ઠેકાણું કંઈ નહીં!
ગોળગોળ મીંડું ને મીંડામાં કાણું ને કાણામાં દેખાણું કંઈ નહીં!
ઓલા અડધા ચાંદાને પછી ઓરસિયે મૂકી ને ગોળગોળ વણીએ તો કેવું?
આમ રેતી માં રમીએ તો કેવું !

મારાજ માથાપર થપ્પાનો દાવ ને મારે મને જ શોધવાનું !?
ઓલી ઉભી બજાર ની સુતેલી શેરી ના દર્પણને ઢંઢોળવા નું?
આપણ ને આયનાઓ ઓળખી ન જાય, માટે મ્હોરાઓ પહેરીએ તો કેવું!!
આમ રેતી માં રમીએ તો કેવું !

=Makarand Musale
- રૂક્ષતા -
આ કેવી રૂક્ષતા !
સહેજે નહી ક્ષુબ્ધતા.
સવારના અખબારમાં લપેટાઈ આવેલા
બોંબમારા અને હત્યાકાંડ્ના
પાશવીપણાને
ચાના ઘુંટ સાથે ઉતારી જઈ,
ફળીમાં ખરી પડેલા
પર્ણોને સાવરણીના સપાટે
ડેલી બહાર ધકેલી-
ઉદાસી ખંખેરી
ફળીમાંના ફૂલ છોડને તાજા રાખવા
હોઠો પર ગીતો લાવવા
'ને પાણી દઈ સ્નેહથી પંપાળવા,
-કદાચ
આજના ઓછાયાથી કાલને બચાવવા,
હા, કાલને સંભાળવા
હશે સાશંક
ભીરૂતા
અને
બુધ્ધતા.
-મનોજ શુક્લ.
પેપર વેઈટ પર કિડી
અને
બોસ - બસ શાંતિથી બેસીને
ટેબલ ટોપ 'ને ધાર પર
ફેરવે છે પેપર વેઈટ.
-- શું સૂર્ય ત્યાં બેસી અને ખેલી રહ્યો છે
આ જ ખેલ.
-મનોજ શુક્લ.
ઓચિંતુ
અછળતું જ કઇંક
આંખને અડકી ગયું
'ને
ક્ષણાર્ધમાં જ
ચુકાઈ ગયેલ
શ્વાસ વળતા
"હાશ ! ....." સાથે
સ્કુટર સવાર
કવિએ જોયું
તો
આંખને
જે ચુમ ગયેલ
તે
પતંગિયુ હતું !
-મનોજ શુક્લ.