Wednesday, December 24, 2014

આમ રેતી માં રમીએ તો કેવું !
લાંબી છડીથી પછી પોતાની આસપાસ 'કુંડાળું' કરીએ તો કેવું?
આમ રેતી માં રમીએ તો કેવું !

સૂરજ ને પૃથ્વી તો ગોળગોળ કાયમના; (પણ) ચાંદાનું ઠેકાણું કંઈ નહીં!
ગોળગોળ મીંડું ને મીંડામાં કાણું ને કાણામાં દેખાણું કંઈ નહીં!
ઓલા અડધા ચાંદાને પછી ઓરસિયે મૂકી ને ગોળગોળ વણીએ તો કેવું?
આમ રેતી માં રમીએ તો કેવું !

મારાજ માથાપર થપ્પાનો દાવ ને મારે મને જ શોધવાનું !?
ઓલી ઉભી બજાર ની સુતેલી શેરી ના દર્પણને ઢંઢોળવા નું?
આપણ ને આયનાઓ ઓળખી ન જાય, માટે મ્હોરાઓ પહેરીએ તો કેવું!!
આમ રેતી માં રમીએ તો કેવું !

=Makarand Musale
- રૂક્ષતા -
આ કેવી રૂક્ષતા !
સહેજે નહી ક્ષુબ્ધતા.
સવારના અખબારમાં લપેટાઈ આવેલા
બોંબમારા અને હત્યાકાંડ્ના
પાશવીપણાને
ચાના ઘુંટ સાથે ઉતારી જઈ,
ફળીમાં ખરી પડેલા
પર્ણોને સાવરણીના સપાટે
ડેલી બહાર ધકેલી-
ઉદાસી ખંખેરી
ફળીમાંના ફૂલ છોડને તાજા રાખવા
હોઠો પર ગીતો લાવવા
'ને પાણી દઈ સ્નેહથી પંપાળવા,
-કદાચ
આજના ઓછાયાથી કાલને બચાવવા,
હા, કાલને સંભાળવા
હશે સાશંક
ભીરૂતા
અને
બુધ્ધતા.
-મનોજ શુક્લ.
પેપર વેઈટ પર કિડી
અને
બોસ - બસ શાંતિથી બેસીને
ટેબલ ટોપ 'ને ધાર પર
ફેરવે છે પેપર વેઈટ.
-- શું સૂર્ય ત્યાં બેસી અને ખેલી રહ્યો છે
આ જ ખેલ.
-મનોજ શુક્લ.
ઓચિંતુ
અછળતું જ કઇંક
આંખને અડકી ગયું
'ને
ક્ષણાર્ધમાં જ
ચુકાઈ ગયેલ
શ્વાસ વળતા
"હાશ ! ....." સાથે
સ્કુટર સવાર
કવિએ જોયું
તો
આંખને
જે ચુમ ગયેલ
તે
પતંગિયુ હતું !
-મનોજ શુક્લ.

Wednesday, May 16, 2012

लहरों से डर कर नौका पार नही होती
हिम्मत करने वालों की हार नही होती

नन्ही चींटी जब दाना लेकर चलती है
चढ़ती दीवारों पर सौ बार फिसलती है
मन का विश्वास रगों में साहस बाँटता है
चढ़ कर गिरना, गिर कर चढ़ना न अखरता है
आखिर उसकी मेहनत बेकार नही होती
कोशिश करने वालों की हार नही होती…

डुबकियां सिंधु में गोता खोर लगाता है
जा जा कर खाली हाथ लौट आता है
मिलते न सहज ही मोती पानी में
बहता दूना उत्साह इसी हैरानी में
मुट्ठी उसकी खाली हर बार नही होती
हिम्मत करने वालों की हार नही होती…

असफलता एक चुनौती है स्वीकार करो
क्या कमी रह गई देखो और सुधार करो
जब तक न सफल हो नींद चैन की त्यागो तुम
संघर्षों का मैदान छोड़ मत भागो तुम
कुछ किए बिना ही जय जय कार नही होती
हिम्मत करने वालों की हार नही होती.

- हरिवंश राय बच्चन

Wednesday, April 4, 2012


ન્યાયનું ત્રાગુ સાચું કરવા કઈંક કરોને કાજી !

ઝુકી ઝુકી સલામી ભારતાં
ઝુકી ગયા હો ભાઈ,
સત્તની ઊંચાઈ જોવાની 
રીઢ દિયે ના ગવાહી,
ઝૂકી નજરે કલમો તાંણે તે તો કહેવાતા પાજી !
ન્યાયનું ત્રાગુ સાચું કરવા કઈંક કરોને કાજી !

સાચ જીતેની વાત કરે
પણ કંકાશે હો કાજી,
કેમ કરી સાચુકા પલ્લા
સરખા થાશે ભાઈ !
સાચા ખોટા શિરચ્છેદથી બનવું શું અહીં ગાજી ?
ન્યાયનું ત્રાગુ સાચું કરવા કઈંક કરે તે સાંઈ.

Friday, January 6, 2012

ગમે


વાતમાં વિશ્વાસનું રોપણ ગમે,


પ્રેમનું સ્હેજે થતું પગરણ ગમે.




ખેલને ખેલી જ લેવાની પળે,


પ્રેમના નવ અંકુરે ચણભણ ગમે.




હું લખું ને તું ભુંસે તેવી ઘડી,


ઊર્મીઓનું આપસી વળગણ ગમે.




ભાવથી જાણે મને કોઈ - ગમે,


બર્ફ થઈ થીજી જવાનું પણ ગમે.




-મનોજ શુક્લ-