વાતમાં વિશ્વાસનું રોપણ ગમે,
પ્રેમનું સ્હેજે થતું પગરણ ગમે.
ખેલને ખેલી જ લેવાની પળે,
પ્રેમના નવ અંકુરે ચણભણ ગમે.
હું લખું ને તું ભુંસે તેવી ઘડી,
ઊર્મીઓનું આપસી વળગણ ગમે.
ભાવથી જાણે મને કોઈ - ગમે,
બર્ફ થઈ થીજી જવાનું પણ ગમે.
-મનોજ શુક્લ-