Wednesday, April 29, 2009

થોડા અનુવાદો

[1]

Poetry of an unknown Sufi Saint.

“Good and evil” have no meaning
In the world of the word;

They are mere names, coined in
The world of ‘me and you’.

Your life is just a morsel in his mouth,
His feast is both – a wedding and a wake.

Why should darkness grieve the heart ?
For night is pregnant with new day.

You say you’ve unrolled the carpet of time,
Step then beyond life itself and reason,
Till you arrive at God’s command.

You cannot see anything, being blind by night,
And by day one-eyed with your foolish wisdom !
------------
ભાવાનુવાદ - મનોજ શુક્લ

‘’સારા-નઠારા’’ તો અહીં બસ શબ્દ છે,
મારા તમારા ખેલના પ્યાદા જ છે.
જાગી ન જાગી – જે વિતાવી, અર્થ શો ?
સૌ જીંદગી તો દેવને હવિષ્યાન્ન છે.
કાં રાત કાળી દર્દ ઘેરા આપતી ?
તે તો ધરે નવ દિન તણા ઓધાન છે.
જન્મોની પહેલા કારણોને પેખ જો-
જાજમ સમયની ખોલતો હો તું જ છે.
રાતાંધળા છે લોક સૌ, શું દેખશે ?
જે દિવસે તો બંધ કે એકાક્ષ છે.


[2]
You are all in yourself, sea, and yet
How much of you is not you, How lonely,
And forever far from yourself !
Open in a thousand wounds, each instant,
Like my forehead,
Like my thoughts your waves come and go,
And come and go,
Kissing withdrawing, sea,
In an eternal friendship,
And estrangement.
You are you and do not know it,
Your heart beats and it does not feel it…
What a fulfillment of solitude, Lonely sea !

-Juan Remon Jimenez.
-------------------------
ભાવાનુવાદ - મનોજ શુક્લ

સાગર, તું તારામાં સઘડું,
તો ય કેટલો તારામાં તું નથી, કેટલો અળગો,
અને હંમેશા દૂર કેટલો દૂર રહે તું ખુદથી !
હર વખત હજારો ઘાવ મહીં
તું ખુલતો મારા લલાટ-લેખશો,
દોડી આવી જતા રહેતા
મારા વિચાર જેવો તારા મોજા
આવે-જાય
કહો કે
ચુમી ભરતા જાણે સંકોરાય જતા હો
સાશ્વત મિત્રાચારીના કો’ અજાણપણામાં.
તું તું છે ને જાણે ના તે,
ધબકે હૈયું તેનો ના અહેસાસ કશે,
તે કેવી એકાંતિક ભરચક્કતા, રે અળગા સાગર !

[3]

One Day I’ll Find Them.
(A Czech Poetry, translated by Ewald Osers)


The birds return, time doesn’t.
To what corners of the earth does it fly off
And which is the way to its homing place ?
It ignores the sun and it knows no seasons.
It flies off silently, having drained the last drop.
Without caress, startled by the clock’s ticking,
It abandons the nests of hands, eyes and hearts,
A strange bird, peaking up our grains of moments
Even before they have struck root.
Where are those wild flocks
With their bright-coloured plumage of promises ?
One day I’ll find them
Near my native threshold.
They’ve just returned and I’m approaching them
Within arm’s reach.
----------------------
ભાવાનુવાદ - મનોજ શુક્લ
પક્ષીઓ પાછા ફર્યા, નહિં રે ! વખત.
ઉડતાં એ ક્યાં ગયા ખૂણે જગતને
ને કઇ ડગર છે લઇ જતી તેને વતન ?
સૂર્યને પણ અવગણે,
ના જાણતા કો’ મોસમે.
શાંત સહસા ઉડતા, આખરનું બુંદે રોળતા.
પરવા ન કૈ – ઝબકી જવું ઘડીયાલના ટીક ટીક રવે
ને
છોડવા માળા – પછી તે કર, નયન કે દીલ હશે.
અદભૂત પંખી,
ચણતા જતા દાણા ક્ષણોના આપણા
પહેલા જ કે અથડાઇ તે મૂળથી પડે.
ક્યાં હશે તે વન–વિહારી
જેની ઉજ્જવલ રંગની પાંખોમાં મળતું'તું વચન ?
એકદા' શોધી શકું
નજદીક મારા ઘર-વતન.
કે
એ ફર્યા પાછા જ છે મારી લગન- ને
હાથના ફેલાવમાં મારે સહજ.
---------------

[4]

રેલમછેલ :
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ,
કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ?
વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,
કોઇ કહે છે અચરજ મોટું, કોઇ કહે છે, સસ્તું.
ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ,
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ.
વિચાર પાટે ચડ્યા પછી ક્યાં નક્કી ક્યાં જઇ ચડીએં ?
પાતાળે પહોચીને ત્યાંથી સીધા આભે અડીએં.
નભ ધરતીને સાંકળતી આ કઇ અમરતની વેલ ?
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ.
-- સંજુ વાળા.
------------------------
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

The thing from what comes out another petty thing,
Someone says astonishment big, someone says it cheap.
Recognitionless the horned owl too seems a pea-hen,
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

Tracked on thinking who knows where one ever reaches,
Reaching bottom, straightway the sky one even touches.
Chaining Sky and Earth, which creeper is this eternal ?
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

Poet :Sanju Vala.
Translated by: Manoj Shukla.

No comments:

Post a Comment