Friday, January 6, 2012

ગમે


વાતમાં વિશ્વાસનું રોપણ ગમે,


પ્રેમનું સ્હેજે થતું પગરણ ગમે.




ખેલને ખેલી જ લેવાની પળે,


પ્રેમના નવ અંકુરે ચણભણ ગમે.




હું લખું ને તું ભુંસે તેવી ઘડી,


ઊર્મીઓનું આપસી વળગણ ગમે.




ભાવથી જાણે મને કોઈ - ગમે,


બર્ફ થઈ થીજી જવાનું પણ ગમે.




-મનોજ શુક્લ-

1 comment:

  1. મનોજ ભાઈ...
    સરસ કવિતા....છઠ્ઠી પંક્તિ માં 'વળગણ' શબ્દ હોવો જોઈએ...
    અભિનંદન .
    રાજુ.

    ReplyDelete