Saturday, August 15, 2009

બળ્યો જળ્યો લય ભીતો કોચે,
આખો દેશ અડાયા પર બેઠો છે !
ત્યારે બોમ્બ પડેલા ગામ સરીખી
સપાટ નિર્જન જીભ (કવિની).

- રાવજી પટેલ (1939-68)
(કવિએ ઉપરોક્ત પંક્તિઓ 1964-65 માં લખેલી.)

સ્વાતંત્ર્ય દિન નિમિતે શ્રી ભરત વ્યાસના ભક્તિગીતની ધ્રુવ પંક્તિમાંથી અમુક અંશ લઇને કોઇ દેશભક્તે રચેલું આ ગીત સ્વતંત્રતાનો ભોગવટો કરવાની સુંદર રીત શીખવે છે.

ગીત

નદીયાં ન પીયે કભી અપના જલ, વ્રુક્ષ ન ખાયે કભી અપના ફલ,
અપને તન કો, મન કો, ધન કો, દેશ પે દે જો વાર રે.
વહ સચ્ચા ઇંસાન રે. ...ધ્રુ.

ચાહે મિલા સોના ચાંદી, ચાહે મિલે રોટી બાસી,
મહલ મિલે બહુ સુખકારી, ચહે મિલે કુટિયા ખાલી,
પ્રેમ ઔર સંતોષ ભાવ સે, જો કરતા સ્વીકાર રે,
વહ સચ્ચા ઇંસાન રે. ...(૧)

ચાહે કરે નિંદા કોઇ, ચાહે કોઇ ગુણગાન કરે,
ફુલોં સે સમ્માન કરે, કાંટો કી ચિંતા ન કરે,
માન ઔર અપમાન યે દોનો, જિસકે લિયે સમાન રે.
વહ સચ્ચા ઇંસાન રે. ...(ર)

ચાહે મિલે દીપક સા તન, બાતી બન હંસ કર જલના,
રાષ્ટ્ર ધર્મકી નૌકાકો નિત, નાવિક બન ખેતે રહના,
ચંદનસમ ઉપકારી બનકર, કરતા જો ઉપકાર રે.
વહ સચ્ચા ઇંસાન રે. ...(૩)

Thursday, April 30, 2009




IF

If you can keep your head when all about you.
Are losing theirs and blaming on you.
If you can trust yourself when all men doubt you.
But make allowance for their doubting too.
If you can wait and not be tired by writing.
Or being lied about, don’t deal in lies,
Or being hated don’t give way to hating,
And you don’t look too good, nor talk too wise;
If you can dream and not make dreams your master,
If you can think and not make thoughts your aim.
If you can meet with Triumph and Disaster,
And treat those two impostors must the same;
If you can bear to hear the truth you have spoken.
Twisted by knaves to make trap for fools,
Or watch the things you gave your like to broken
And stood and build them up with worn-out tools;
If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch and toss,
And lose and start again at your beginnings,
And never breathe a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you,
Except the will which says to them – “Hold on ! “
If you can talk with crowds and keep your virtue,
Or walk with kings – nor lose the common touch
If neither foes nor living friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minutes
With sixty seconds’ worth of distance run,
Yours is the Earth and everything that is in it,
And – which is more – you will be a Man, my son !

-Rudyard Kipling.




જો --- ભાવાનુવાદ: મનોજ શુક્લ.


જો તમારા પર તમે કાબુ રાખી શકતા હો
કે જ્યારે બધા જ તમારા સંદર્ભે મગજ ગુમાવતા હોય
અને તમારા પર આળ ચડાવતા હોય.

જો
તમે તમારી જાત પર વિશ્વાસ રાખી શકતા હો
કે જ્યારે બધા જ તમારા વિશે શંકાશીલ હોય
અને પોતાની શંકાને વ્યાજબી ઠેરવતા હોય.
જો
તમે રાહ જોઇ શકો
અને કઇં લખતા કંટાળો નહી
કે તમને ખોટા ઠેરવવામાં આવતા હોય છતાં
ખોટું કરો નહી
કે
ધિક્કારાતા હોવા છતાં ધિકકારને માર્ગ ન આપો
અને તમે બહુ સારા દેખાવ નહી
કે સુફીયાણી વાતો ન કરો¸

જો
તમે સ્વપ્ન જોઇ શકો
અને સ્વપ્નને તમારા સ્વામી નહી બનાવો.
જો
તમે વિજયશ્રી કે વિનાશને પામો
અને તે બન્ને છલનાઓને સમાન ગણો.
જો
તમે તમારા દ્વારા બોલાયેલા સત્યને
મુર્ખાઓને સાંણસામાં લેવા માટે
લુચ્ચાઓ દ્વારા અડપાયા છતાં
તમે સાંભળી શકતાં હો
કે
તમે જે વસ્તુને તોડવા મન મનાવી લીધું હોય
અને પછી
ઊભા રહી જે સાધનો અંગે ચેતવણી અપાયેલ હોય
તેના વડે જ જોડતા હો.

જો
તમે બધી જીતેલી વસ્તુઓનો ઢગ કરી
કોઇ એવા વળાંકે
તેને ઉછાળી દેવાનું જોખમ લઇ શકો
અને ફરીથી શરૂઆત કરો
છતાં કઇં ગુમાવ્યા અંગે
એક હરફ પણ ન ઉચ્ચારો.
જો
તમારા હ્રદય, જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓએ
સત્વ ગુમાવ્યા છતાં
તમે તેને તમારી લાંબી સેવામાં
રોકાઇ રહેવા દબાણ કરો
અને
તેમ કરી શકવા માટે
તમારામાં કઇં જ ન હોય
સિવાય કે તમારૂં આત્મબળ
કે જે '' રોકાઇ રહો '' તેમ કહેતું હોય.
જો
તમે ટોળા સાથે વાત કરી શકો
અને તમારા સિધ્ધાંતને જાળવી શકો
કે
પદશાહો સાથે ચાલો
અને સામાન્યપણું ન ગુમાવો.

જો
શત્રુઓ કે જીવીત મિત્રો
તમને હાનિ પહોંચાડી શકે નહી.
જો
બધા જ પોતાને તમારી સાથે ગણે
છતાં વધારે કોઇ જ નહી.
જો
તમે અવિસ્મરણીય ઘડીઓનો
લાંબી દોડની સાંઠ સેકંડમાં
અહેસાસ કરી શકતા હો.

તો
આ બ્રહ્માંડ અને તેમાં રહેલ સર્વસ્વ તમારૂં છે
અને તેથી પણ વધુ
મારા પુત્ર ! તું માણસ હોઇશ.

-- રુડ્યાર્ડ કીપલીંગ.

Wednesday, April 29, 2009

Freedom

Where the mind is without fear and the head is held high ;

Where knowledge is free ;

Where the world has not been broken up into fragments of narrow domestic walls ;

Where words come out from the depth of truth ;

Where tireless striving stretches its hands towards perfection ;

Where the clear stream of reason has not lost its way into the drearydesert sand of dead habit ;

Where the mind is led forward by thee into ever-widening thought and action ;

Into that heaven of freedom,

my Father, let my country awake.

From : GITANJALI – Tagore.

-----------------------

ભાવાનુવાદ – મનોજ શુક્લ

સ્વાતંત્ર્ય

જ્યાં

નિર્ભય મન હો ઊન્નત મસ્તક, જ્ઞાન તણી હો મુક્તિઃ
જ્યાં

જગ ના વ્હેરાતું હો વ્હેવારૂ પતલી દીવાલેઃ

જ્યાં

શબ્દનું ઉદભવવું બનતું હો સાચના ઊંડા તળથી;

જ્યાં

અથક અવિચલ શ્રમ હાથોને પૂર્ણ કળા છે બક્ષે;

જ્યાં

મ્રુત આદતના સુક્કા રણમાં તર્કબુદ્ધિ ના ભટકે;

જ્યાં

ઈશ્વર અમ બુદ્ધિ-કર્મોને વિશાળતા લગ દોરે;

સ્વતંત્રતાના તે સ્વર્ગે મુજ દેશના ચક્ષુ ખોલો,

ઈશ્વર, દેશના ચક્ષુ ખોલો.

થોડા અનુવાદો

[1]

Poetry of an unknown Sufi Saint.

“Good and evil” have no meaning
In the world of the word;

They are mere names, coined in
The world of ‘me and you’.

Your life is just a morsel in his mouth,
His feast is both – a wedding and a wake.

Why should darkness grieve the heart ?
For night is pregnant with new day.

You say you’ve unrolled the carpet of time,
Step then beyond life itself and reason,
Till you arrive at God’s command.

You cannot see anything, being blind by night,
And by day one-eyed with your foolish wisdom !
------------
ભાવાનુવાદ - મનોજ શુક્લ

‘’સારા-નઠારા’’ તો અહીં બસ શબ્દ છે,
મારા તમારા ખેલના પ્યાદા જ છે.
જાગી ન જાગી – જે વિતાવી, અર્થ શો ?
સૌ જીંદગી તો દેવને હવિષ્યાન્ન છે.
કાં રાત કાળી દર્દ ઘેરા આપતી ?
તે તો ધરે નવ દિન તણા ઓધાન છે.
જન્મોની પહેલા કારણોને પેખ જો-
જાજમ સમયની ખોલતો હો તું જ છે.
રાતાંધળા છે લોક સૌ, શું દેખશે ?
જે દિવસે તો બંધ કે એકાક્ષ છે.


[2]
You are all in yourself, sea, and yet
How much of you is not you, How lonely,
And forever far from yourself !
Open in a thousand wounds, each instant,
Like my forehead,
Like my thoughts your waves come and go,
And come and go,
Kissing withdrawing, sea,
In an eternal friendship,
And estrangement.
You are you and do not know it,
Your heart beats and it does not feel it…
What a fulfillment of solitude, Lonely sea !

-Juan Remon Jimenez.
-------------------------
ભાવાનુવાદ - મનોજ શુક્લ

સાગર, તું તારામાં સઘડું,
તો ય કેટલો તારામાં તું નથી, કેટલો અળગો,
અને હંમેશા દૂર કેટલો દૂર રહે તું ખુદથી !
હર વખત હજારો ઘાવ મહીં
તું ખુલતો મારા લલાટ-લેખશો,
દોડી આવી જતા રહેતા
મારા વિચાર જેવો તારા મોજા
આવે-જાય
કહો કે
ચુમી ભરતા જાણે સંકોરાય જતા હો
સાશ્વત મિત્રાચારીના કો’ અજાણપણામાં.
તું તું છે ને જાણે ના તે,
ધબકે હૈયું તેનો ના અહેસાસ કશે,
તે કેવી એકાંતિક ભરચક્કતા, રે અળગા સાગર !

[3]

One Day I’ll Find Them.
(A Czech Poetry, translated by Ewald Osers)


The birds return, time doesn’t.
To what corners of the earth does it fly off
And which is the way to its homing place ?
It ignores the sun and it knows no seasons.
It flies off silently, having drained the last drop.
Without caress, startled by the clock’s ticking,
It abandons the nests of hands, eyes and hearts,
A strange bird, peaking up our grains of moments
Even before they have struck root.
Where are those wild flocks
With their bright-coloured plumage of promises ?
One day I’ll find them
Near my native threshold.
They’ve just returned and I’m approaching them
Within arm’s reach.
----------------------
ભાવાનુવાદ - મનોજ શુક્લ
પક્ષીઓ પાછા ફર્યા, નહિં રે ! વખત.
ઉડતાં એ ક્યાં ગયા ખૂણે જગતને
ને કઇ ડગર છે લઇ જતી તેને વતન ?
સૂર્યને પણ અવગણે,
ના જાણતા કો’ મોસમે.
શાંત સહસા ઉડતા, આખરનું બુંદે રોળતા.
પરવા ન કૈ – ઝબકી જવું ઘડીયાલના ટીક ટીક રવે
ને
છોડવા માળા – પછી તે કર, નયન કે દીલ હશે.
અદભૂત પંખી,
ચણતા જતા દાણા ક્ષણોના આપણા
પહેલા જ કે અથડાઇ તે મૂળથી પડે.
ક્યાં હશે તે વન–વિહારી
જેની ઉજ્જવલ રંગની પાંખોમાં મળતું'તું વચન ?
એકદા' શોધી શકું
નજદીક મારા ઘર-વતન.
કે
એ ફર્યા પાછા જ છે મારી લગન- ને
હાથના ફેલાવમાં મારે સહજ.
---------------

[4]

રેલમછેલ :
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ,
કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ?
વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,
કોઇ કહે છે અચરજ મોટું, કોઇ કહે છે, સસ્તું.
ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ,
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ.
વિચાર પાટે ચડ્યા પછી ક્યાં નક્કી ક્યાં જઇ ચડીએં ?
પાતાળે પહોચીને ત્યાંથી સીધા આભે અડીએં.
નભ ધરતીને સાંકળતી આ કઇ અમરતની વેલ ?
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ.
-- સંજુ વાળા.
------------------------
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

The thing from what comes out another petty thing,
Someone says astonishment big, someone says it cheap.
Recognitionless the horned owl too seems a pea-hen,
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

Tracked on thinking who knows where one ever reaches,
Reaching bottom, straightway the sky one even touches.
Chaining Sky and Earth, which creeper is this eternal ?
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

Poet :Sanju Vala.
Translated by: Manoj Shukla.

Friday, April 10, 2009

- ગ્હેક કરંડીયો થઇ ગઇ -

ઘડી ગઇ ને ઘડી પછી એ ઘડી ખડકલો થઇ ગઇ,
પાનખરે નિકળેલી હાય, જો ગરમાળો થઇ ગઇ.

ઢગલેથી સુક્કા પાનના
કોઇ સરવર જળ થૈ ઉઠે !
સુક્કી છાલ ખરી તે જો
પેલી લીલપ લગરીક હસે !
મોર ઊડી આંબેથી ખરતાં ગ્હેક કરંડીયો થઇ ગઇ,
ઘડી ગઇ ને ઘડી પછીની ઘડી અવનવું દઇ ગઇ.

ગુંજારવથી ભર્યો ભર્યો
જે રહેતો હંમેશ માળો,
પાંખ મળ્યે રવ ઊડી ગયેથી
લાગે ઠાલો ઠાલો,
ઘડી મરકતી ગરક થતી, પરમાણ પરમના દઇ ગઇ,
પાનખરે નિકળેલી હાય, જો ગરમાળો થઇ ગઇ.
-મનોજ શુક્લ
---

- ફાગણ -

કળી કનેથી કેસુડાની કુંજન શીખી કોયલ છૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

ગાન સુણીને કોયલનું
ભમરો જૈ ભુલતો ભાન અને,
તે બેઉની પાછળ ઘોડાપૂર
વછૂટે ફોરમ રે !
તે ધસમસતા વ્હેણ મહીં તરબોળ દિશાને કલરવ ફૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

પતંગિયાઓ ગુલમહોરને
પાંખે લઇને વનમાં ફરતાં,
ગરમાળાનાં ફૂલ ગીતની
ગલી ગલીમાં ફેરી કરતાં,
ભમરાનાં જૈ કાને પીટતાં ભેદભરમનાં ઢોલ તૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.
-- મનોજ શુક્લ
---

- ભમરા કેમ ચડે ના ચાળે 1 -

ભમરા કેમ ચાડે ના ચાળે !
ઝાકળની છાલકથી ફૂલો ચહેરા જૈ ઊજાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !

એકે બુંદ નસીબે આવ્યે
ઝળહળ તેજ ચમકતું,
તે ઝાકળની છાલક જોવા
જગ આખ્ખું લખલખતું,
વાછંટ જેને સ્પર્શી તે સૌ પાગલ થઇ ગયા જગ ભાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !

ફૂટડા લાગે ફૂલ
રૂપની છોળો જૈ ઊડાવે,
ખીલ ખીલ હસતા, ગાતા
પૂરા નભને એ નચાવે,
રૂપ ઘેલા પૂજારી આથી ધન્ય ઘડી કૈ ન્યાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !
-- મનોજ શુક્લ
---
- ગ્હેક કરંડીયો થઇ ગઇ -

ઘડી ગઇ ને ઘડી પછી એ ઘડી ખડકલો થઇ ગઇ,
પાનખરે નિકળેલી હાય, જો ગરમાળો થઇ ગઇ.
ઢગલેથી સુક્કા પાનના
કોઇ સરવર જળ થૈ ઉઠે !
સુક્કી છાલ ખરી તે જો
પેલી લીલપ લગરીક હસે !
મોર ઊડી આંબેથી ખરતાં ગ્હેક કરંડીયો થઇ ગઇ,
ઘડી ગઇ ને ઘડી પછીની ઘડી અવનવું દઇ ગઇ.

ગુંજારવથી ભર્યો ભર્યો
જે રહેતો હંમેશ માળો,
પાંખ મળ્યે રવ ઊડી ગયેથી
લાગે ઠાલો ઠાલો,
ઘડી મરકતી ગરક થતી, પરમાણ પરમના દઇ ગઇ,
પાનખરે નિકળેલી હાય, જો ગરમાળો થઇ ગઇ.
---


- ફાગણ -

કળી કનેથી કેસુડાની કુંજન શીખી કોયલ છૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.
ગાન સુણીને કોયલનું
ભમરો જૈ ભુલતો ભાન અને,
તે બેઉની પાછળ ઘોડાપૂર
વછૂટે ફોરમ રે !
તે ધસમસતા વ્હેણ મહીં તરબોળ દિશાને કલરવ ફૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

પતંગિયાઓ ગુલમહોરને
પાંખે લઇને વનમાં ફરતાં,
ગરમાળાનાં ફૂલ ગીતની
ગલી ગલીમાં ફેરી કરતાં,
ભમરાનાં જૈ કાને પીટતાં ભેદભરમનાં ઢોલ તૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.
---


- ભમરા કેમ ચડે ના ચાળે 1 -

ભમરા કેમ ચાડે ના ચાળે !
ઝાકળની છાલકથી ફૂલો ચહેરા જૈ ઊજાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !

એકે બુંદ નસીબે આવ્યે
ઝળહળ તેજ ચમકતું,
તે ઝાકળની છાલક જોવા
જગ આખ્ખું લખલખતું,
વાછંટ જેને સ્પર્શી તે સૌ પાગલ થઇ ગયા જગ ભાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !

નમણા લાગે ફૂલ
રૂપની છોળો જૈ ઊડાવે,
ખીલ ખીલ હસતા, ગાતા
પૂરા નભને એ નચાવે,
રૂપ ઘેલા પૂજારી આથી ધન્ય ઘડી કૈ ન્યાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !
---

Sunday, January 18, 2009

-વાયા વાદળ-

ઝાકળનું સૌરભ સુધીનું વાયા વાદળ જાવું,
ખાલીપામાં સ્નેહ ભરી લઈ અમી વરસતા જાવું.

રેપર નહીં વેપરને
છૂપો અત્તર ફાયો ફોરો,
મઘમઘાટ વાદળ થઈ
પાછો ફૂલ બનીને ફોરો,
ઝરણાનું કલબલ સાગરનું ઘુઘવવું થઈ જાવું,
ઝાકળનું સૌરભ સુધીનું વાયા વાદળ જાવું,

મનનું મોતી ફટકીયું
કઈ પળમાં તૂટી જાતું,
હળુક રહીને સોય ઉતરતાં
પારામાં પલટાતું,
વિધ વિધ રૂપે છાબ ભરીને સુંદરતા હું લાવું,
ખાલીપામાં સ્નેહ ભરી લઈ અમી વરસતા જાવું.

-મનોજ શુક્લ-
અનાહત મનોમન હવે દ્વાર ખોલો,
કહે દ્રશ્ય પલકો હવે દ્વાર ખોલો.

હતી શર્દ ઋત ને તુષારે પલળતા
નિશા થરથરે છે હવે દ્વાર ખોલો.

કસોટી કરી ઝાંઝવાની ઝડીથી,
કરી ઝરમરો કૈ હવે દ્વાર ખોલો.

પ્રતિક્ષા કદી તીવ્રતમ થૈ સતવે,
અજંપો ધકેલે અને દ્વાર ખોલો.

ઘણું યે અડકશે, બતાવી કહેશે,
હ્ર્દય, મન, ત્વચા, કાન રે દ્વાર ખોલો.

સનમ શું અપેક્ષા ચમનની કરે હેં !
ન ફોરમ કહે ફૂલને દ્વાર ખોલો.

-મનોજ શુક્લ-

Saturday, January 17, 2009

ગીતની હોઠે ચડી ઝરમર થકી,
માંહ્યલુ મલકાય છે સરવર છલી.

ઝરમરો વાતાવરણમાં જોઈને,
વાયરે પણ હોઠ પર મરમર ધરી.

વિંધતા મોતી કનેથી શું મળ્યું ?
લાગણીઓ જોઈલો પડતર મળી.

રેતમાં કાંઠે હવે ક્યાં શોધવા ?
બાંધતા કિલ્લા અમે ઘરઘર રમીઓ

આ કિનારાઓ સમયના તાકતા,
આ૫ણે આજે અહીં હરફર કરી.

-મનોજ શુક્લ-